હળવદ પીએસઆઈ સામે પગલા લેવા સીએમને રજૂઆત

જલારામ સેવા મંડળના નીર્મીતભાઈ કક્કડે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે હળવદ તાલુકા મથકમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી દ્વારા ન્યુઝ કવરેજ માટે ગયેલા પત્રકાર મેહુલ ભરવાડ સાથે અણછાજતું વર્તન કરીને તેને ગાળો આપવામાં આવી હતી જે શરમજનક બાબત છે. પત્રકાર એ સમાજની છબી તેમજ અરીસો છે. સમાજમાં બનતા બનાવોને નીડરતાથી લોકો સમક્ષ રજુ કરનાર પત્રકારોની સુરક્ષા સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. ગુજરાત રાજ્ય શાંતિ અને સલામતી માટે જાણીતું છે. ત્યારે સરકારના અધિકારી દ્વારા પત્રકાર સાથે આ વર્તન ગુજરાતની ગરીમાને લાંછન લગાડનારું છે જો પત્રકાર સલામત ના હોય તો સામાન્ય જનતાનું શું થશે તેમ જણાવીને આ બનાવને કડક શબ્દોમાં વખોડીને આ અંગે નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat