

આજના ટેલીવિઝન અને ઇન્ટરનેટના યુગમાં ભારતીય પરંપરા મુજબ ભજવાતા નાટકનો યુગ ધીરે ધીરે સમાપ્ત થઈ રહ્યો છે. વર્ષોથી ગામડાઓમાં વાર તહેવારે ભજવાતા નાટકો લુપ્ત થવાને આરે પહોંચ્યા છે ત્યારે હજુ પણ અનેક ગામડાઓ પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિની જાળવણી કરવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. મોરબી નજીકના શિવનગર ગામમાં નાટકોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શિવનગર ગરબી મંડળ દ્વારા તા. ૧૭ ને મંગળવારે શિવનગર તા. મોરબી મુકામે મહાન એતિહાસિક નાટક “મહાભારત” સાથે પેટ પકડીને હસાવતું કોમિક “કંકુ કજીયારી” નાટકો ભજવવામાં આવશે. શિવનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નાટકોનું આયોજન કરેલ હોય જેનો જાહેર જનતાએ લાભ લેવા શિવનગર ગરબી મંડળની યાદીમાં જણાવ્યું છે.