Billboard ad 1150*250 Billboard ad 1150*250

હિન્દુ રિહેબીલીટેશન કમિટી ગુજરાત દ્વારા મોરબીમાં સન્માન સમારોહ યોજાશે

પાકિસ્તાનમાં વસતા હિન્દુઓના વસવાટ માટે કરે છે કાર્ય

ભારતના પાડોશી દેશોમાં વસતા હિન્દુ પરિવારો ભારતમાં નિયમાનુસાર વસવાટ માટે ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે પુનર્વસન માટે આવા પરિવારોને પડતી મુશ્કેલીઓના નિરાકરણ અર્થે કેન્દ્ર તથા રાજ્ય સરકારે પ્રસંશનીય પગલાં લીધા છે

જેમાં ભારતની લોકસભામાં આ વિષય માટે અવાજ ઉઠાવનાર જોધપુર (રાજસ્થાન)નું પ્રતિનિધિત્વ કરનાર કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત તથા ગુજરાત સરકારના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને સામાજીક શૈક્ષણીક પછાત વર્ગ કલ્યાણ મંત્રી વાસણભાઇ આહીરના વિશિષ્ઠ સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
જે સમારોહ તા. ૦૪-૦૮-૧૮ ને શનિવારના રોજ સવારે ૧૦ કલાકે ત્રિમંદિર નવલખી રોડ મોરબી ખાતે યોજાશે

સમારોહમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા સાંસદ રાજકોટ મોહનભાઇ કુંડારીયા, સાંસદ કચ્છ-મોરબી વિનોદભાઈ ચાવડા સાંસદ સુરેન્દ્રનગર દેવજીભાઈ ફતેપરા સાંસદ જામનગર પૂનમબેન માડમ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. તેમજ જયંતીભાઈ કવાડિયા, કાંતિભાઈ અમૃતિયા, માંડવી કચ્છ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, કચ્છ જી. પંચા. પ્રમુખ લક્ષમણસિંહ સોઢા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, પૂર્વ ચેરમેન અરજણભાઈ રબારી, પૂર્વ વાઇસ ચેરમેન પ્રદિપભાઈ વાળા, શૈલેન્દ્રસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહેશે

તે ઉપરાંત રેન્જ આઈ. જી. અમદાવાદ, એ. કે. જાડેજાસાહેબ, કલેક્ટર આર.જે. માકડીયા, ડી.ડી.ઓ. એસ.એમ. ખટાણાતથા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરણરાજ વાઘેલા ઉપસ્થિત રહેશે આપણા વિસ્તારમાં એવા અનેક અનેક પરિવારો છે જે કદાચ 25 વર્ષ, 50 વર્ષ કે આઝાદીના સમયમાં ઘણી ઘણી વિટંબણાઓ વચ્ચે ભારતમાં આવીને વસ્યા છે એવા તમામ પરિવારોના પ્રતિનિધિઓને તથા સામાજિક રાજકીય આગેવાનોને, પધારવા ઓવરસીઝ હિન્દુ રિહેબીલીટેશન કમિટી ગુજરાત તરફથી આમંત્રણ પાઠવાયું છે.

Comments
Loading...
WhatsApp chat