Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીની પ્રસિદ્ધ શક્તિ ચોક ગરબીમાં હિંદુ-મુસ્લિમ બાળાઓ સાથે ગરબે ધૂમે છે, video

મોરબી શહેરની પ્રાચીન અને લોકપ્રિય શક્તિ ચોક ગરબી શહેરીજનોમાં અનેરું આકર્ષણ ધરાવે છે શહેરના મધ્યમાં વર્ષોથી થતી ગરબી નિહાળવા દરરોજ હજારો લોકો ઉમટી પડે છે તો આ ગરબી પ્રાચીન હોવા ઉપરાંત કોમી એકતાનું પ્રતિક પણ બની રહે છે કારણકે ગરબીમાં માત્ર હિંદુ જ નહિ પરંતુ મુસ્લિમ બાળાઓ પણ સાથે ગરબે ઘૂમે છે એટલું જ નહિ પરંતુ હિંદુ ભાઈઓ સાથે મુસ્લિમ બંધુઓ પણ ખભેખભા મિલાવી વ્યવસ્થામાં સહયોગ પૂરો પાડે છે

આજે ધર્મના નામે જયારે ઝઘડાઓ જોવા મળે છે ત્યારે શક્તિ ચોક ગરબીમાં વર્ષોથી કોમી એખલાસનો માહોલ જોવા મળે છે અને પ્રાચીન ગરબી શહેરીજનોનું સૌથી પ્રિય ગરબીમાં ગણના પામી છે જ્યાં બાળાઓ માતાજીના ગરબે ઘૂમી આદ્યશક્તિની આરાધના કરે છે

જુઓ વિડીયો………….

Comments
Loading...
WhatsApp chat