Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી બ્રાંચ કેનાલ ચાલુ કરવાની માંગ સાથે ખેડૂતોએ કર્યો હાઈવે ચક્કાજામ

મોરબી જીલ્લામાંથી નર્મદાની ત્રણ બ્રાંચ કેનાલ પસાર થાય છે જોકે આમ છતાં ખેડૂતોને રવિપાક માટે સિંચાઈના પાણી માટે આંદોલનનો માર્ગ અપનાવવો પડે છે માળિયાના ખેડૂતો છેલ્લા પાંચ દિવસથી સતત ઉપવાસ આંદોલન કરી રહ્યા છે તો હવે મોરબીના ખેડૂતોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે

મોરબીના આંદરણા ચરાડવા નજીકથી પસાર થતી નર્મદા મોરબી બ્રાંચ કેનાલમાં પાણી ના હોવાથી રવિપાક માટે સિંચાઈના પાણીની માંગ સાથે ખેડૂતોએ આવેદન પાઠવ્યું હતું તેમજ હળવદ-ધ્રાંગધ્રામાં થતી પાણીચોરી રોકવા માટે આવેદન પાઠવ્યું હતું જોકે હજુ સુધી ખેડૂતો સુધી પાણી પહોંચ્યું નથી જેથી રોષે ભરાયેલા ખેડૂતોએ આજે હાઈવે ચક્કાજામ કર્યો હતો આંદરણા ચરાડવા નજીક ૧૩ ગામના ખેડૂતો એકત્ર થઈને હાઈવે ચક્કાજામ કર્યો હતો જેથી વાહન વ્યવહાર સ્થગિત થયો હતો અને ખેડૂતો પાણીની માંગ સાથેના સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat