મોરબીના યુવાનની ઉંચેરી ઉડાન, ઇન્ડિયન ફૂટબોલ ટીમના કેમ્પમાં પસંદગી

મોરબી શહેર ઓદ્યોગિક નગરી તરીકે જાણીતું છે જોકે ઓદ્યોગિક નગરીના યુવાનો હવે વેપાર ધંધા ઉપરાંત અન્ય પ્રવૃતિઓમાં પણ કૌવત દાખવી રહયા છે અને મોરબીના દીપ નાયકપરાની ઇન્ડિયન ફૂટબોલ ટીમના કેમ્પમાં પસંદગી કરવામાં આવી છે જે કેમ્પમાંથી સિલેકશન બાદ દીપ નાયકપરા અન્ડર ૨૦ ફૂટબોલ વર્લ્ડકપમાં રમવા જશે

મોરબીના સિગ્નેચર સિરામિકના હિતેશભાઈ નાયકપરાના પુત્ર દીપ નાયકપરા રાજકોટની જય ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ ૧૨ માં અભ્યાસ કરે છે જેની બેંગ્લોર ખાતે નેશનલ કક્ષાની અન્ડર ૨૦ ફૂટબોલની ચેમ્પિયનશીપમાં પસંદગી થઇ હતી આ ટુર્નામેન્ટમાં ભારત દેશના વિવિધ રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી

જેમાં મોરબીના દીપ નાયકપરા ઇન્ડિયા ફૂટબોલ ટીમના કેમ્પમાં પસંદગી પામ્યા છે ઇન્ડીયન ફૂટબોલ ટીમમાં ૩૦ પ્લેયર્સની પસંદગી કરવામાં આવી હોય જેમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને અન્ડર ૨ ફૂટબોલ વર્લ્ડકપમાં કોલંબિયા ખાતે રમવાનો મોકો મળશે અને મોરબીનો દીપ કોલંબિયા ખાતે યોજાનાર વર્લ્ડકપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા મહેનત કરી રહ્યો છે ત્યારે તેની આ સિદ્ધી બદલ પરિવાર, મિત્રો અને સ્નેહીઓ શુભકામનાઓ પાઠવી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat