


મોરબી મા ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો દ્વારા તેમની લાયકાત પ્રમાણે મૂળભૂત પગાર મા સુઘારો કરવા શિક્ષકો એ ઘારાસભ્ય બ્રિજેશ મેરજા ને આવેદનપત્ર પાઠવ્યું છે આઇટીઈ 2009 બાદ પ્રાથમિક શિક્ષકોને બે ભાગમાં વેચવામાં આવ્યાં હતાં. ઉચ્ચ પ્રાથમિક શિક્ષક જેમા લઘુતમ લાયકાત પ્રમાણે પગાર ઘોરણ હતા..
ઉચ્ચ પ્રાથમિક શાળામા કામ કરતા શિક્ષકોને તેમની લાયકાત (સ્નાતક અને બી.એડ=હાઇસ્કુલ સમકક્ષ) અને કામકાજના સમય મુજબ મળવા પાત્ર પગાર ધોરણ 9300-34800 અને ગ્રેડ પે 4200 છે જ્યારે રાજ્ય સરકાર 5200-20200 પગાર ધોરણ અને 2400 ગ્રેડ પે આપે છે જે અન્યાય રૂપ છે.
સાત થી આઠ રાજ્યો મા ઉચ્ચ પ્રાથમિક વિભાગ મા અલગ પગાર ગ્રેડ અમલ મા છે. આ અંગે ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો દ્વારા મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાને આવેદન આપવામાં આવ્યું હતું. તેમજ જો પ્રશ્નનો ઉકેલ નહિ આવે તો આવનારા દિવસોમાં આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે

