મોરબીના પરાબજારમાં વીજ ધાંધિયા મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના પરા બજાર વિસ્તારમાં વીજ ધાંધિયાની સ્થિતિ જોવા મળી રહી છે અને વીજ ધાંધિયાથી વેપારીઓને વેપાર ધંધામાં નુકશાની સહન કરવી પડે છે જેથી આ મામલે ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે

        મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબીમાં જીઇબી બોર્ડ દ્વારા ૧૨ માસ સુધી રીપેરીંગ કરવા છતાં કામ પૂર્ણ થતું નથી મોરબીની પરા બજારમાં છેલ્લા એક મહિનાથી લાઈટના ધાંધિયા જોવા મળે છે જેથી વેપારી વેપાર કરી સકતા નથી તે ઉપરાંત બોર્ડ માસિક બીલને બદલે બે માસનું બીલ ઉઘરાવે છે જેથી યુનિટ વધી જતા ગ્રાહક પાસેથી વધારે પૈસા પડાવે છે પરા બજાર સહિતના વિસ્તારમાં લાઈટના અભાવે વેપારીઓના કામકાજ ખોરવાય છે મોરબીમાં નજીવા વરસાદ છતાં લાઈટ ચાલી જાય છે ત્યારે મુંબઈ ઇલેક્ટ્રિક બોર્ડ પાસેથી જીઇબી બોર્ડને શીખવું જોઈએ તેવી સલાહ પણ આપી છે મોરબીની મુખ્ય બજારમાં વીજ ધાંધિયા મામલે ગ્રાહક સુરક્ષા મંડળે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી યોગ્ય કરવાની માંગ કરી છે  

Comments
Loading...
WhatsApp chat