મોરબી જીલ્લામાં નર્મદા કેનાલમાં જળ જથ્થો વધારવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત

ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કરી નાયબ મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી જીલ્લાના મોરબી, હળવદ અને માળિયા તાલુકાને સ્પર્શતી કેનાલમાં પાણીનો વહન જથ્થો વધારવા અને બ્રાહ્મણી ૧ ડેમમાંથી પાણી છોડવા માટે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રીને રૂબરૂ મળીને માંગ કરી છે.

મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને રૂબરૂ મળીને ખેડૂતોના હિતમાં રજૂઆત કરી છે જે લેખિત આવેદનમાં જણાવ્યું છે કે નર્મદા બ્રાંચ કેનાલ જે મોરબી, માળિયા હળવદ તાલુકામાં ખેતી માટે સિંચાઈનું પાણી આપે છે તે વિસ્તારમાં વરસાદ નહીવત થયો છે નર્મદાની આ ત્રણેય બ્રાંચ કેનાલો માળિયા બ્રાંચ કેનાલ, ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલ અને મોરબી બ્રાંચ કેનાલમાંથી ખેડૂતોને ખરીફ પાક લેવા માટે પૂરતા જથ્થામાં સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી છે હાલ આ બ્રાંચ કેનાલોમાં પાણીનો જે વહન જથ્થો છે તે અપૂરતો છે વળી ક્યાંક ને ક્યાંક કેનાલોમાંથી પાણી ગેરવલ્લે જતું હોય છે

જેથી સઘન પેટ્રોલિંગ કરી પાણીનો દુર્વ્યય અટકાવી, પાણીનો વહન જથ્થો વધારવાથી ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો પુરતો લાભ મળી શકે અન્યથા જે વાવેતર કર્યું હશે તે સુકાઈ જશે જેથી તાકીદે આ બ્રાંચ કેનાલમાં નર્મદા પાણીનો વહન જથ્થો વધારવાની માંગ કરી છે તે ઉપરાંત મોરબી તાલુકાના ઝીકીયારી ગામે ઘોડાધ્રોઈ સિંચાઈનો જુનો નાનો ડેમ આવેલ છે બ્રાહ્મણી ડેમમાં જેમ પાણી ઠાલવ્યું છે તેમ આ ઘોડાધ્રોઈ ડેમમાં પણ નર્મદાનું પાણી ઠાલવવા અને સાથોસાથ બ્રાહ્મણી ૧ ડેમના પાટિયા ખોલીને ખેડૂતોને સિંચાઈની સુવિધા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે મોરબીના ધારાસભ્ય સાથે જીલ્લાના અન્ય ધારાસભ્યો પણ આ મુલાકાત વેળાએ જોડાયા હતા

Comments
Loading...
WhatsApp chat