Billboard ad 1150*250

મોરબી-હળવદ રોડને ફોરલેન બનાવવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત

0 133
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી હળવદ રોડ પર ઉદ્યોગો વિકાસ પામ્યા છે અને સતત ટ્રાફિકથી ધમધમતા સ્ટેટ હાઈવેને ફોરલેન બનાવવાની તાતી જરૂરિયાત હોય જેથી સામાજિક સંસ્થાના અગ્રણીએ મોરબી હળવદ રોડને ફોરલેન બનાવવા માંગ કરી છે

        સેતુબંધ ફાઉન્ડેશન મોરબીના પ્રમુખ કાન્તિલાલ બાવરવાએ રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી નીતિનભાઈ પટેલને પત્ર મોકલી રજૂઆત કરી છે કે મોરબી હળવદ રોડ પર હાલ મોટાપાયે ઓદ્યોગિક વિકાસ થઇ રહ્યો છે અનેક ફેકટરીઓ અહી ધમધમી રહી છે અને નવી ફેકટરીઓ પણ બની રહી છે રાજસ્થાનથી આવતી રો મટીરીયલ્સની ટ્રકો તેમજ લોડેડ વાહનો સતત અવરજવર કરતા હોય છે ત્યારે અકસ્માતોનું પણ પ્રમાણ વધી રહ્યું છે મોરબી નેશનલ હાઈવે ફોરલેન છે અને હળવદ અમદાવાદ સુધી પણ ફોરલેન છે જેથી મોરબી હળવદ રોડ ફોરલેન બનાવાય તો વાહનચાલકોને ફાયદો થશે સાથે જ અકસ્માતોનું પ્રમાણ પણ નિવારી શકાશે જેથી સ્થાનિકો અને ઉદ્યોગકારોની માંગને ધ્યાને લઈને રોડ વહેલી તકે ફોરલેન બનાવાય તેવી માંગ કરી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat