

એક જમાનામાં સૌરાષ્ટ્રના પેરીસની ઉપમા ધરાવતું અને ઓદ્યોગિક રીતે વિકસિત મોરબી શહેરમાં આજે ટ્રાફિક સહિતની સમસ્યાઓનો રાફડો ફાટ્યો છે અને નગરજનો વિવિધ સમસ્યાઓથી પીડાય રહ્યા છે ત્યારે મોરબીની સંસ્થા દ્વારા રાજ્યના શહેરી વિકાસ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના સૌરાષ્ટ્રના જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ રાજ્યના શહેરી વિકાસ મંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે રાજાશાહી વખતમાં મોરબી શહેરમાં સિમેન્ટ ક્રોન્કીટ રોડ, ભૂગર્ભ ગટર અને પાણી સપ્લાય સુવિધા હતી જોકે હાલ શહેરમાં ઉભરાતી ગટર, શાકમાર્કેટમાં ગંદકી અને ગટરના પાણીની સમસ્યા જોવા મળે છે તે ઉપરાંત ટ્રાફિકની મુખ્ય સમસ્યા જોવા મળે છે જેમાં પીક અવર્સમાં તો દોઢથી બે કલાક ટ્રાફિક સર્જાય છે જેથી લોકો પોતાના કામના સ્થળે સમયસર પહોંચી સકતા નથી તો ટ્રાફિકને પગલે પેટ્રોલ ડીઝલના ધુમાડા સાથે પ્રદુષણ ફેલાય છે જેથી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે મોરબીમાં બે મોટા ફ્લાય ઓવર બનાવવાની જરૂરિયાત છે તો આ અંગે યોગ્ય વિચારણા કરીને પગલા ભરવાની માંગ કરી છે.