Billboard ad 1150*250

મોરબીના ઉમિયા સર્કલથી રફાળેશ્વર રોડના રીપેરીંગ માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત

0 89
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        મોરબીના ઉમિયા સર્કલથી રફાળેશ્વરને જોડતો બાયપાસ રોડ નં ૦૨ આવેલો છે જે રોડ પર ખુબ ટ્રાફિક રહે છે અને વરસાદમાં રોડ રસ્તા તૂટી ગયા હોય જેથી રીપેરીંગ માટે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રીને રજૂઆત કરવામાં આવી છે

        ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ઉમિયા સર્કલથી રફાળેશ્વરને જોડતો બાયપાસ રોડ બિસ્માર હાલતમાં છે સારા વરસાદને પગલે રોડ પર પાણી આવતા ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે જેને ટેમ્પરરી રીપેરીંગ માટે મોરમ નાખેલ જેથી હવે ધૂળની ડમરીઓ ઉડે છે જે મોરમ નાખવામાં વેલ તેના નાના નાના પથરાઓ વાહનના વ્હીલમાં આવતા ઉડે છે અને અકસ્માત સર્જાય છે તે ઉપરાંત આ રોડને પહોળો કરવાના કામો પણ મંજુર થયેલ છે તે કામ અગ્રતાના ધોરણે થાય અને લોકોને ટ્રાફિકમાં સુવિધા રહે તે માટે જરૂરી આદેશો કરવાની માંગ કરી છે રોડની બાજુમાં કેનાલ છે જો આ કેનાલને બોક્સ કેનાલમાં ફેરવવામાં આવે અને તેની પર રોડ બનાવાય તો ભારે ત્રફીકમાંથી વાહનચાલકોને રાહત મળી સકે છે જેથી આ માંગણીઓ અંગે યોગ્ય કરવા માંગ કરી છે અને જો યોગ્ય ના કરાય તો સ્થાનિકો લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે તેમ પણ જણાવ્યું છે  

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat