


હળવદ તાલુકા મા સામાન્ય બાબતે બોલાચાલી થતાં ના બનાવો ચિંતા જનક વધી રહયા છે ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના માથક ગામે બન્યો હતો એક જ,જ્ઞાતિ ના બે જુથ વચ્ચે જમીન વાવવા મામલે બોલાચાલી થતાં છ શખ્સો એ ચાર શખ્સો સામે તલવાર ધોકા વડે હુમલો કરતા ચાર શખ્સો ને સારવાર માટે મોરબી ખસેડાયા હતા બંને શખ્શો એ હળવદ પોલીસ મા સામે સામે ફરિયાદ કરેલ હતી
હળવદ પંથકમાં સામાન્ય બાબતે બોલાચાલી થવા ના બનાવો ચિંતા જનક વધી રહયા છે ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના માથક ગામે નવા પ્લોટ વિસ્તારમાં બન્યો હતો માથક ગામ ના રૂડાભાઈ કોળી અને આજ જ્ઞાતિ ના બચુભાઈ અમરશીભાઈ કોળી વચ્ચે દરબાર ની જમીન કેમ વાવો છે તેમ કહી બોલાચાલી થતા ઝગડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ફરીયાદી અજયભાઈ કોળી ના દાદા ચતુરભાઈ કોળી પિતા રૂડાભાઈ કોળી. ભાઈ સંજયભાઈ કોળી સહીત ના ચાર શખ્સો પર વાઘજીભાઈ મનુભાઈ કોળી. ચતુરભાઈ વાઘજીભાઈ કોળી. રોહિતભાઈ વાઘજીભાઈ કોળી. મહેશભાઈ વાઘજીભાઈ કોળી. સવજીભાઈ બચુભાઈ કોળી. જગાભાઈ બચુભાઈ કોળી સહીત ના છ શખ્સો એ તલવાર અને લાંકડા ના ધોકા વડે હુમલો કરતા ચાર શખ્સો ને હાથ પગે નાની મોટી ઈજા થતા ચાર શખ્સો ને મોરબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સામે પક્ષ ના ફરિયાદી બચુભાઈ અમરશીભાઈ કોળી એ અજયભાઈ રૂડાભાઈ કોળી. રૂડાભાઈ ભીખાભાઈકોળી. ચતુરભાઈ મેરાભાઈ કોળી. સંજયભાઈ રૂડાભાઈ કોળી સહીત ના ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ કરેલ હતી
બનાવની જાણ હળવદ પોલીસે ને થતા હળવદ પોલીસ સ્ટેશન ના પીઆઈ એમ.આર સોલંકી પી એસ આઈ પી જી પનારા બીટ જમાદાર વસંત ભાઈ વધેરા સહીત ના ઘટના સ્થળે દોડી ગયા હતા આ અંગે ની વધુ તપાસ હળવદ પોલીસ ચલાવી રહી છે

