


કોઈ પણ વાહન લેતા પહેલા ગ્રાહકોએ વીમાના એગ્રીમેન્ટની કોપી લઇ લેવી જરૂરી છે નહીતર વીમા કંપની વાળા મુશ્કેલી ઉભી કરશે અને નાની નાની બાબતમાં દંડ કરી ગ્રાહકો પાસેથી રકમ પડાવે છે. જે બાબતે જાગૃત થવા અપીલ કરી છે.
મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડલના પ્રમુખ લાલજીભાઈ મેહતા વાહન ખરીદનાર લોકો જાગૃતિ માટે અપલી કરી છે કે ગ્રાહકો ટુ વિહલર અને ફોર વ્હીલર વાહન આપવા માટે કંપનીનો રાફડો ફાટ્યો છે અને લોન માટે દરેક શો-રૂમમાં કંપનીના એજન્ટો બેઠા હોય છે.ઝીરો વ્યાજની લાલચ આપીને ફાયનાન્સ કરે છે પરંતુ લોન લીધા પછી નાની-નાની બાબતમાં ચેકમાં સહી ખોટી છે પાંચસો દંડ ચેક પરત થયેલ છે.તેમજ વાહન ચોરાય જાય , અકસ્માત થાય, કે સળગી જાય ત્યારે વીમો આપવામાં ઠાગા-ઠૈયા કરે છે.
ગ્રાહકો લોન લે ત્યારે ચેકમાં તારીખ નાખીને ચેક આપવો નહીતર કંપનીને ફાયદો કરવવા માટે કોરો ચેક નાખે છે અને અનેક બહાના કરીને ગ્રાહકોને દંડ કરે છે.અને વધુમાં કહ્યું હતુ કે લોન લેતી વખતે દરેલ પાનામાં ગ્રાહકે પોતાના હ્સ્તક્ષરથી લખવું કે ચેક તા. પાંચ થી દશ સુધીમાં નાખવો અને એગ્રીમેન્ટણી કોપીની ઝેરોક્ષ નકલ લેવી જેથી કરીને તેની તમામ શરતો કેવી છે તેનો ગ્રાહકોને ખ્યાલ આવે.તેમજ જ્યારે જ્યારે સર્વિસમાં મુકો ત્યારે જોબ કાર્ડ લેવું જરૂરી છે.વીમા કંપનીને ક્યારેય રોકડા પૈસા હપ્તાના ભરવા નહિ

