


મોરબી ૧૮૧ ટીમ મહિલાઓ માટે ઉપયોગી સાબિત થઇ છે. ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઈન ટીમ પરેશાનીમાં આવેલી મહિલાઓની તાકીદે મદદ કરી તેને નવજીવન આપવાનું કામ કરે છે. તાજેતરમાં એક પરપ્રાંતીય યુવતી ઘરેથી ભાગીને આવી ગઈ હોય તેને તેની બહેનના ઘરે પરત મોકલી હતી.
મોરબી ૧૮૧ ટીમને થર્ડ પાર્ટી કોલ આવ્યો હતો જેમાં એક અજાણી છોકરી મળી આવી હોય, ૧૮૧ ટીમ તાકીદે સ્થળ પર પહોંચી હતી અને છોકરીનું કાઉન્સેલિંગ કરતા તેના માતા પિતા બે માસ પહેલા ગુજરી ગયા હોય અને એમપીની યુવતી તેના મામા-મામી સાથે રહેતી હોય જેને ખુબ જ ત્રાસ આપતા હોય અને ચાર દિવસ પૂર્વે તેને સળગાવીને મારી નાખવાની કોશિશ કરી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તે ઘરેથી ભાગી નીકળી હોય જેની પાસે પૂરતા પૈસા ના હોવાથી ટ્રેન અને બસમાં બેસીને થર્ડ પાર્ટીને મળી હોય જે અંગે જાણ થતા ૧૮૧ મહિલા કાઉન્સિલર જાગૃતિ મકવાણા અને પાયલોટ રમેશભાઈ ભંખેડીયાએ યુવતીની બહેનના ઘર વિષે માહિતી મેળવીને તેની બહેનના ઘરે સોપવાની કામગીરી કરી હતી.

