મોરબીના પીપળી રોડ પર ધોધમાર વરસાદ, ફેક્ટરી પર વીજળી પડતા નુકશાન થયું

 

મોરબી શહેરમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે હાઈવે પર વરસાદ નોંધાયો હતો પીપળી રોડ પર ધોધમાર વરસાદ વરસ્યો હતો દરમિયાન વીજળી પડતા એક ફેકટરીના પતરાને નુકશાન થવા પામ્યું છે

મોરબીના પીપળી રોડ પર આવેલી બહુચર ઇન્ડસ્ટ્રીઝ પર આજે વીજળી પડી હતી ફેકટરીના પતરાઓ પર વીજળી પડતા પતરામાં ભારે નુકશાન થવા પામ્યું છે તેમજ વીજળી પડી તે સમયે અહી કામ કરી રહેલા શ્રમિકો અને ફેકટરીના ભાગીદારોમાં પણ ભય વ્યાપી ગયો હતો સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ ફેક્ટરીમાં નુકશાન થયું છે તો ટંકારા પંથકમાં સાંજે ૦૬ સુધીમાં ૦૬ મીમી વરસાદ નોંધાયો હતો

Comments
Loading...
WhatsApp chat