Billboard ad 1150*250

મોરબી નજીક ભારે વરસાદથી કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા

0 161
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

૫૦ વીઘા ખેતરમાં વાવેલ પાકને નુકશાની

Post ad 2

        મોરબી નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ભારે વરસાદને પગલે ગાબડું પડતા કેનાલના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા કપાસના પાકને ભારે નુકશાન થવા પામ્યું છે.

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી પંથકમાં બે દિવસ પૂર્વે પડેલા વરસાદને પગલે મોરબી નજીક આવેલ હરિપર કેરાળાથી વાઘપર વાઘરવા તરફની નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું હતું અને કેનાલમાં ગાબડું પડતા પાણી આસપાસના પાંચ ખેતરોમાં ફરી વળ્યા હતા જેમાં ખેડૂત મંજુલાબેન મગનભાઈ બોપલીયા, કેશવજીભાઇ બાલુભાઈ કાચરોલા, ભગવાનજીભાઈ મહાદેવભાઈ બોપલીયા, જયેશભાઈ ભવાનભાઈ ઉધરેજા અને ધીરજલાલ કરશનભાઈ ટીટોડીયા એમ પાંચ ખેડૂતની ૫૦ વીઘા જેટલી જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું જે વાવેતરમાં પાણી ફરી વળતા તેમજ પાણી ખેતરમાં ભરાયેલ રહેતા ખેતીના પાકને નુકશાન થયું છે

        વરસાદ બાદ આજે ખેડૂતો પોતાના ખેતરમાં પહોંચતા પોતાના પાકની સ્થિતિ જોઇને ચિંતામાં મુકાયા હતા અને કપાસનો પાક નિષ્ફળ થઇ ગયો હોય જેથી ખેડૂતો માથે મુશ્કેલીના ડુંગર ખડકાયા છે તો કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને થયેલ નુકશાનનું વળતર કોણ આપશે અને ક્યારે આપશે તેવા સવાલો ખેડૂત ઉઠાવી રહ્યા છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat