મોરબીમાં આધારકાર્ડ મેળવવામાં નાગરિકોને ભારે હાલાકી

ત્રણ મહિનાના વેઈટીંગથી પરેશાની અંગે રજૂઆત

        મોરબીમાં આધારકાર્ડની કામગીરી લોલમલોલ ચાલતી હોય જેથી નાગરિકો પરેશાન થાય છે અને ત્રણ મહિનાના વેઈટીંગથી પરેશાની ભોગવી રહ્યા છે ત્યારે આ મામલે ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે

        મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતાએ કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી શહેરમાં આધારકાર્ડ માટે માણસો હાલાકી ભોગવી રહ્યા છે પરીક્ષાઓ પૂર્ણ થઇ છે અને વેકેશન પૂરું થઇ જશે વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ માટે આધારકાર્ડ ફરજીયાત છે પરંતુ મોરબીમાં આધારકાર્ડ નીકળતા નથી પ્રજન અને વિદ્યાર્થીઓ પોસ્ટ ઓફીસ, બેંક જ્યાં કહો ત્યાં ધક્કા ખાય છે પણ ત્રણ મહિનાનું વેઈટીંગ લીસ્ટ હોય તેવું જણાવે છે

મોરબીમાં ત્રણ ચાર જગ્યાએ જ આધારકાર્ડ નીકળે છે અને મોરબી શહેરમાં તે પહોંચી ના વળતા હોય જેથી નાગરિકોને ચોક્કસ તારીખ આપતા નથી અને કાલે આવજો તેવા રૂટીન જવાબો આપી દેવાય છે આથી આધારકાર્ડ નિયમિત કાઢી આપવામાં આવે તે માટેની જરૂરી વ્યવસ્થા તાત્કાલિક કરવા રજૂઆત કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat