હળવદના સુખપર નજીક હીટ એન્ડ રન, અજાણ્યા વાહનની ઠોકરે મહિલાનું મોત

 

હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર સુખપર ગામના પાટિયા નજીક હીટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં અજાણ્યા વાહનચાલકે મહિલાને ઠોકર મારતા મોત હતું હતું અને અજાણ્યો વાહનચાલક નાસી ગયો હોય જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

હળવદ તાલુકાના રણમલપુર ગામના રહેવાસી હીરાભાઈ કલાભાઈ બારણીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ધ્રાંગધ્રા હળવદ હાઈવે પર સુખપર ગામ ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહનચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી ફરિયાદીના માતા પારૂલબેન કલાભાઈ બારણીયા (ઉ.વ.૫૬) ને અડફેટે લેતા ગંભીર ઈજા થતા મોત થયું હતું અને અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો હળવદ પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

 

Comments
Loading...
WhatsApp chat