



મોરબીની ત્રાજપર ચોકડી નજીક હીટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું મોત નીપજ્યું છે જે બનાવની નોંધ કરી પોલીસે વધુ તપાસ ચલાવી છે
વાંકાનેરના હસનપર રેલ્વે ફાટક નજીકના ઝુપડામાં વસતા ડાઈબેન લાલજીભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવી છે કે અજાણ્યા વાહનના ચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી ફરિયાદીના પતિ લાલજીભાઈ નારણભાઈ સોલંકી (ઉવ ૩૫) રહે. વાંકાનેર વાળાને પછાડી દઈને માથાના ભાગે ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યું છે અને પોતાનું વાહન લઈને નાસી ગયો છે બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી અજાણ્યા વાહનચાલકને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે



