મોરબીમાં હીટ એન્ડ રનનો બનાવ, વોકિંગ કરતા આધેડનું મોત

મોરબી પંથકમા અનેક અકસ્માતોના બનાવો બનતા રહે છે જેમાં વોકિંગ માટે નીકળેલા આધેડને અજાણ્યા વાહને ઠોકર મારતા તેનું મોત નીપજ્યું છે જયારે અકસ્માત બાદ વાહનચાલક ફરાર થયો છે.

મોરબીના શનાળા બાયપાસ પાસેના આનંદનગરમાં રહેતા ધર્મેન્દ્રભાઈ અરજણભાઈ પટેલ (ઊવ ૪૫) નામના આધેડ રાત્રીના સમયે વોકિંગ માટે નીકળ્યા હતા જેને પાછળથી પુરપાટ વેગે આવતા અજાણ્યા વાહને ઠોકર મારતા તેનું મોત નીપજ્યું છે જયારે વાહન ચાલક અકસ્માત સર્જી વાહન સાથે ફરાર થયો હતો મોરબીના બાયપાસ નજીક અનેક અકસ્માતો સર્જાતા હોય છે જેમાં હીટ એન્ડ રનની ઘટનાથી સ્થાનીકોમાં રોષ વ્યાપી ગયો છે.

Comments
Loading...
WhatsApp chat