


વાંકાનેર તાલુકાના રાણેકપર ગામ નજીક અજાણ્યા કાર ચાલકે અસ્થિર મગજના યુવાનને હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના રાણેકપર ગામ નજીક અજાણ્યા કાર ચાલકે ગત વહેલી સવારના સુમારે રોડક્રોસ કરતા અસ્થિર મગજના માનવીને હડફેટે લઈને તેને ગંભીર ઈજાઓ પહોચાડી નાશી છુટ્યો હતો.ગંભીર રીતે ઘવાયેલા અસ્થિર મગજના માનવીનું મૃત્યુ નીપજ્યું હતું.આ અંગે રમેશભાઈ નાગજીભાઈ મુંધવા નામના વ્યક્તિએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.તેમજ વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી યુવાનની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.

