


વાંકાનેર નજીક નેશનલ હાઈવે પર આવેલ ભાયાતિ જાંબુડિયા ગામના બોર્ડ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે એક યુવાનને હડફેટે લેતા મૃત્યુ નીપજ્યું હતું.
વાંકાનેર મોરબી હાઇવે પર આવેલા ક્રિષ્ના પેટ્રોલ પંપ નજીક ભાયાતિજાંબુડિયા ગામના બોર્ડ પાસે પગે ચાલીને રોડ ક્રોસ કરતા જયહિન્દભાઈ રામભાઈ (ઉં.27) રહે. ભાયાતિજાંબુડિયા અને મૂળ યુપી વાળા ને કોઈ અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના ભાઈએ વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી છે.તો વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.

