હીટ એન્ડ રન : અજાણ્યા વાહને સાયકલ સવારને ઉડાડતા યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઈવે પરની ઘટના, પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી

મોરબી વાંકાનેર હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે જેમાં સાયકલ લઈને જતા શ્રમિક યુવાનને અજાણ્યા વાહનચાલકે ઠોકર મારતા સારવાર દરમિયાન યુવાનનું મોત થયું છે તો વાહનચાલક નાસી ગયો છે

મૂળ એમપીના વતની અને હાલ સરતાનપર રોડ પરના ટીટા સિરામિકમાં મજુરી કરતા રમીલાબેન ભાવેશભાઈ ભુરીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે વાંકાનેર હાઈવે પર મકનસર નજીક તેના પતિ ભાવેશ ઉર્ફે ભાવલા ભુરીયા હટાણું કરવા જતા હોય ત્યારે તેની સાયકલને અજાણ્યા વાહનચાલકે ઠોકર મારતા ગંભીર ઈજા સાથે તેને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન મોત થયું છે જયારે અજાણ્યો વાહનચાલક વાહન લઈને નાસી ગયો છે

Comments
Loading...
WhatsApp chat