પાલિકાના સસ્પેન્ડ થયેલા સાત સદસ્યોની અરજી મામલે હાઇકોર્ટમાં સુનાવણી, કાલે ચુકાદો

મોરબી નગરપાલિકાના કોંગ્રેસના સાત સદસ્યોને રાજ્યના નામોદીષ્ટ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતા સાત સદસ્યોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે જેની આજે સુનાવણી થઇ હતી અને આવતીકાલે ચુકાદો આવે તેવી શક્યતા છે.
મોરબી નગરપાલિકાના કોંગ્રેસના બળવાખોર સદસ્યો સામે થયેલી પક્ષાંતર ધારા હેઠળની ફરિયાદ બાદ સાત સદસ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જે ચુકાદાના વિરુદ્ધમાં સસ્પેન્ડ થયેલા સાત સભ્યોએ પડકારી હાઈકોર્ટમાં અરજી કરી હતી જેની આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જોકે આજે ચુકાદો આવ્યો નથી અને મંગળવારે તા. ૧૨ ના રોજ હાઈકોર્ટ ચુકાદો સંભળાવી સકે છે તેવી માહિતી સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે

તો બીજી તરફ ગુરુવારના રોજ પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી યોજાનાર છે ત્યારે આ સાત સદસ્યો અંગે કોર્ટ શું ચુકાદો આપે છે, સસ્પેન્ડ કરવાનો ચુકાદો યથાવત રાખે છે કે પછી રાહત આપે છે તે જોવાનું રહ્યું વળી આ સાત સદસ્યો મતદાન કરી સકે કે ના કરી સકે તે બહુમતી માટેનું ગણિત બદલી સકે તેમ છે જેથી ભારે રસાકસી અને ઉત્તેજનાનો માહોલ જોવા મળશે.

Comments
Loading...
WhatsApp chat