

ધ્રાંગધ્રા- હળવદ મત વિસ્તારની હરહંમેશ ચિંતા કરતા એવા ધ્રાંગધ્રા-હળવદ મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય વધુ એક સફળ રજુઆત રંગ લાવી છે ત્યારે હળવદ- મયુરનગર વચ્ચે બ્રાહમણી નદી પરનો કોઝવે જર્જરીત હાલતમાં હોવાથી, આ રસ્તાનો ઉપયોગ કરતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વિસ્તારની પ્રજા મુશ્કેલીઓનો સામનો કરી રહયા હતા.આ વિસ્તારની પ્રજાને આ કોઝવે વાહનવ્યવહાર માટે લાયક ન રહેવાથી હળવદ આવવા- જવા મોટુ અંતર ફરવુ પડતુ હતું. આ પ્રજાની આ મુશ્કેલીનો અંત લાવવા વિસ્તારના ધારાસભ્ય અને રાજયના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી જયંતીભાઇ કવાડીયાએ અંગત રસ લઇને રાજયના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલનું ધ્યાન દોરતા, રાજય સરકારે આ કોઝવેના રીપેરીંગ માટે રૂા.પ.પ કરોડ મંજુર કરતા મયુરનગર પંથકમાં વધુ એક વિકાસનું કામ થતા પ્રજાજનોમાં હરખ અને આનંદની લાગણી જોવા મળેલ છે.