Billboard ad 1150*250

મોરબી-ટંકારા તાલુકાના ઝાલા રાજપૂત સમાજ દ્વારા હવન યોજાશે

0 84
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        શ્રી આદ્ય શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ શકત શનાળા દ્વારા મોરબી અને ટંકારા તાલુકામાં વસતા ઝાલા રાજપૂત સમાજ તરફથી છેલ્લા ૩૦ વર્ષથી શરદ પુનમના પવિત્ર દિવસે હવન યજ્ઞાદીનું આયોજન કરવામાં આવે છે

        જે પરંપરા મુજબ તા. ૧૩ ને રવિવારે શરદ પૂર્ણિમાના દિવસે શ્રી શક્તિ માતાજી મંદિર, શકત શનાળા તા. મોરબી ખાતે ૩૧ માં હવન યજ્ઞાદીનું આયોજન કરેલ છે જેમાં યજમાન પદે શકત શનાળાના સુરેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા, પીપળી જયપાલસિંહ બાલુભા ઝાલા અને મોડપરના સુરૂભા જામભા ઝાલા બિરાજશે ધાર્મિક મહોત્સવમાં ઝાલાવાડ ક્ષત્રીય સમાજ પ્રમુખ ડો. રુદ્રસિંહ ઝાલા, રણજીતસિંહ ઝાલા, દિગ્વિજયસિંહ ઝાલા સહિતના અગ્રણીઓ તેમજ રામપ્રસાદ બાપુ અને મહંત શાંતિગીરી બાપુ પધારશે

        તા. ૧૩ ના રોજ રવિવારે સવારે ૮ થી બપોરે ૧૨ કલાક સુધી યજ્ઞવિધિ ચાલશે તેમજ સવારે ૦૯ : ૩૦ કલાકે મહેમાનોના સામૈયા કરાશે જે ધાર્મિક મહોત્સવમાં મોરબી અને ટંકારા તાલુકામાં વસતા ઝાલા રાજપૂત સમાજે પધારવા શ્રી આદ્યશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ શકત શનાળાના પ્રમુખ બાપાલાલસિંહ ઝાલા, ઉપપ્રમુખ લાલુભા ઝાલા અને મંત્રી યુવરાજસિંહ ઝાલાએ આમંત્રણ પાઠવ્યું છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat