



મોરબી પંથકમાં તસ્કરોનો તરખાટ ફરી જોવા મળ્યો છે શહેરના પોશ વિસ્તાર એવા રવાપર ગામ નજીકની રવાપર રેસીડેન્સીમાં તસ્કરોએ ત્રણથી ચાર મકાનને નિશાન બનાવી રોકડની ચોરી કરી છે જોકે બનાવ મામલે હજુ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી
મોરબીના રવાપર ગામ નજીકની રવાપર રેસીડેન્સીમાં ગત રાત્રીના સમયે તસ્કરોએ ધામ નાખ્યા હતા અને આ સોસાયટીમાં રહેતા રવિભાઈ જોશીના મકાનમાંથી 30 થી 35 હજાર, કમલેશભાઈ હળવદિયા, દીપકભાઈ જેઠવા એ ત્રણ મકાનતેમજ રાજુભાઈ હીરાણીની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી જે ઘરો તેમજ દુકાનમાંથી તસ્કરોએ હજારો રૂપિયાની રોકડ રકમ ઉઠાવી ફરાર થયા હતા સોસાયટીના રહીશ રવિભાઈ જોશીને અવાજ થતા સવારે ચાર વાગ્યે ઉઠ્યાં હતા અને જોયું તો અંદરના રૂમની લાઈટ ચાલુ હતી જોકે કોઈ દેખાયું ના હતું અને બાદમાં ઘરમાં ચેક કરતા ચોરી થયાનું માલૂમ પડતા પોલીસને જાણ કરવામાં આવી હતી રાબેતા મુજબ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ ચલાવી હતી જોકે આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી



