ભારતીય જનતા પાર્ટી હળવદ શહેરના ઉપપ્રમુખ તરીકે હસમુખભાઈ પ્રજાપતિ વરણી

હળવદમાં વર્ષોથી સેવાકીય કાર્યો સાથે જોડાયેલા અને હળવદ પ્રજાપતિ સમાજનું ગૌરવ એવા હસમુખભાઈ (બુધાભાઈ) પ્રજાપતિની હળવદ શહેર ભાજપ ઉપપ્રમુખ તરીકે વરણી થતા પ્રજાપતિ સમાજમાં હષૅની લાગણી ફેલાઇ છે.

હસમુખભાઈ (બુધાભાઈ.પકોડાવાળા) નાની ઉંમરથી જ સેવાભાવી માનવ સેવા અને વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે અંધ અપંગ અશક્ત ગૌમાતાની સેવાકાર્યમાં નિમિત બની રહ્યા છે અનેક સ્વૈચ્છીક બ્લડ ડોનેશન કેમ્પમાં, અન્ય જરૂરિયાતમંદ દર્દીઓ ની નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે, સાથે સાથે સવરોગ નિદાન કેમ્પ, સારવાર કેમ્પનું આયોજન માં નિમિત બની રહ્યા છે.છેવાડાના લોકો માટે હંમેશાં કાર્યરત હોય છે. ભારતીય જનતા પાર્ટી માં વર્ષો થી નિષ્ઠા અને પ્રામાણિકતા થી કાર્ય કરી રહ્યા છે,

ત્યારે પાર્ટીએ તેમની કદર કરીને હળવદ શહેર ભાજપના ઉપ પ્રમુખ તરીકે હસમુખભાઈ (બુધાભાઈ)પ્રજાપતિ વરણી કરાતા પ્રજાપતિ સમાજમાં હષૅની લાગણી ફેલાઇ છે. ભાજપના આગેવાનો કાર્યકરો તથા મિત્રો વડીલો શુભેચ્છકો તેમના મોબાઈલ નંબર 92277 24391અને સોશિયલ મીડિયાના માધ્યમમો માં શુભેચ્છાઓનો વરસાદ વરસાવી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat