હળવદમાં પરિણીતાને જીવતી સળગાવી દેવાઈ ? જાણો સસરાનું કારસ્તાન…

હળવદના ઈશ્વરનગરની પરિણીતા દાઝી જવા મામલે ચોકાવનારો ખુલાસો થયો છે જેમાં પરિણીતા રસોઈ બનાવતા દાઝી ના હતી પરંતુ સસરાએ તેણે સળગાવી દીધી હોય હાલ ગંભીર રીતે દાઝી ગયેલી પરિણીતાને રાજકોટ સારવાર આપવામાં આવી રહી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના ઈશ્વરનગર વિસ્તારની રહેવાસી આશાબેન વિનોદભાઈ પટેલ નામની પરિણીતા દાઝી જતા તેણે મોરબી પ્રાથમિક સારવાર આપી બાદમાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને પરિણીતા રસોઈ બનાવતા દાઝી ગઈ હોય તેવી ખોટી સ્ટોરી ઉભી કરવામાં આવી હતી જોકે આ મામલે તપાસ ચલાવતા ડીવાયએસપી બન્નો જોષી અને હળવદ પોલીસની શંકાસ્પદ નજર સસરા મગન પરષોતમ પટેલ પર ગઈ હતી

અને પરિણીતાની દાઝી જવાની ખોટી સ્ટોરી બનાવનાર સસરા શંકાના ઘેરામાં આવ્યા હોય અને સમગ્ર બનાવ અકસ્માતનો ના હતો પરંતુ સસરાએ જ પરિણીતાને જીવતી સળગાવી હતી. રસોઈ બનાવવા બાબતે બોલાચાલી બાદ આશાબેનના સસરા ઉશ્કેરાઈ ગયા હતા અને સસરાએ વહુને કેરોસીન છાંટી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો તેમજ ધમકીઓ આપ્યાનો પણ ખુલાસો થવા પામ્યો છે. અને હળવદ પોલીસે આરોપી સસરાની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો પરિણીતાને સળગાવી દીધાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી છે.

Comments
Loading...
WhatsApp chat