Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી તાલુકાના ખેડૂતોને પાકવીમો આપો, જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો : સરપંચ એસો.

માળિયામાં ઘાસચારાની અછત મામલે આવેદન

મોરબી તાલુકાના ખેડૂતોને ગત વર્ષનો પાકવીમો મળ્યો ના હોય તેમજ ચાલુ વર્ષે ઓછા વરસાદથી ઉભો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે આજે મોરબી તાલુકા સરપંચ એસો દ્વારા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું અને ખેડૂતોના પ્રશ્ને રજૂઆત કરી હતી

મોરબી તાલુકા સરપંચ એસોના પ્રમુખ પ્રફુલભાઈ હોથીની આગેવાની હેઠળ મોરબી તાલુકાના ખેડૂતોને પાક્વીમાં મુદે થયેલ અન્યાય અંગે આજે જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં મોરબી પંથકમાં નહીવત વરસાદને પગલે જીલ્લાના ખેડૂતોને વાવેલા પાકોનું નુકશાન થયું છે જેથી મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અને ખેડૂતોને પાકવીમો મળવાનો બાકી હોય તે અંગે યોગ્ય પગલા ભરવાની માંગ કરી છે

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ટોટલ ફેલ : ખેડૂત અગ્રણી
આજે ખેડૂતોએ કલેકટર કચેરીએ કરેલ હલ્લાબોલમાં ખેડૂત અગ્રણી મહેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ટોટલી ફેલ છે કારણકે જેતપર અને શાપર અડીને આવેલા ગામ છે જેમાં જેતપરને વીમા યોજના લાભ મળે અને નજીકના ગામને ના મળે તો યોજનાની અમલવારી અંગે સવાલો ઉઠે છે અને યોજનાને નિષ્ફળ ગણાવી વીમા પ્રીમીયમ ફરજીયાત હોવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી

માળિયા તાલુકામાં ઘાસચારાની અછત : સરપંચ એસો
માળિયા તાલુકા સરપંચ એસોના પ્રમુખ કુલદીપસિંહ જાડેજાએ પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે ચાલુ વર્ષે ઓછા વરસાદને પગલે માળિયા તાલુકાના ગામડામાં ઘાસચારાની અછત જોવા મળી રહી છે જેથી વહેલી તકે માળિયાના ગામોમાં ઘાસચારાની વ્યવસ્થા કરવા અને મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી હતી

Comments
Loading...
WhatsApp chat