Billboard ad 1150*250

રાજ્યકક્ષા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા હર્ષદકુમાર તરસીભાઈ મારવણીયાનો સન્માન સમારોહ યોજાયો

0 80
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        શ્રી શકત શનાળા પ્રાથમિક શાળા પરિવાર અને શ્રી પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ શકત શનાળા દ્વારા શકત શનાળા પ્લોટ પ્રાથમિક શાળાના શિક્ષક હર્ષદકુમાર મારવાણીયાએ રાજ્ય કક્ષા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રાપ્ત કર્યો અને પાટીદાર સમાજ તેમજ શાળાનું ગૌરવ વધારવા બદલ પટેલ સમાજ વાડી ખાતે સન્માન સમારોહ યોજાયો હતો

Post ad 2

        જે સન્માન સમારોહમાં અધ્યક્ષસ્થાને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરભાઈ પારેખ, નવયુગ ગ્રુપના પ્રમુખ પી ડી કાંજીયા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શૈલેશ સાણજા, નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સી સી કાવર, ટીપીઈઓ શર્મીલાબેન હુંબલ, તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ સંદીપ આદ્રોજા, મહામંત્રી અશ્વિનભાઈ દલસાણીયા,મોરબી શહેર પ્રા.શિ. સંઘના પ્રમુખ ધીરુભાઈ જાકાસણીયા, કે.નિ. અશોકભાઈ વડાલિયા,આસિ. ડિસ્ટ્રીકટ કો.ઓ. પ્રવીણભાઈ ભોરણિયા, મણીભાઈ સરડવા, વિરમભાઈ દેસાઈ હીરાભાઈ કાંજીયા, કેશુભાઈ કાંજીયા, ભુદરભાઈ પાડલિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રાથમિક શાળા પરિવાર તથા શ્રી પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ વતી પ્રમુખ  નરભેરામભાઈ શિરવી, મંત્રી ભાણજીભાઈ પાડલિયા અને નરશીભાઈ કાંજીયા દ્વારા સૌને આવકારવામાં  આવ્યા. શાળા પરિવાર,પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ, અધ્યક્ષ અને મંચસ્થ મહાનુભાવો, સ્નેહીજનો, પરિવારજનો, સંગઠન, શાળાના નિવૃત શિક્ષકો અને મિત્રમંડળ દ્વારા હર્ષદકુમારને સન્માનિત કરવામાં આવ્યા. તેમના પિતા તરસીભાઈ મારવણીયાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું 

હર્ષદકુમાર દ્વારા પોતાના  પ્રતિભાવ અંતર્ગત પોતાના કર્મયોગની આછેરી ઝલક પ્રસ્તુત થઈ. ગુજરાતના પ્રાથમિક શિક્ષણ ફલક પર મોરબી જિલ્લાનું નામ રોશન કરવા બદલ ઉપસ્થિત તમામ તરફથી હર્ષદકુમારને અભિનંદિત કરવામાં આવ્યા.સમારોહને સફળ બનાવવા માટે પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ -શકત શનાળા શાળાના આચાર્ય મહેશભાઈ રામાવત,પ્રભુલાલ રંગપરિયા,વસંતભાઈ ચીકાણી, મીનાબેન ફુલતરીયા,રંજનબેન લશ્કરી,અશ્વિનભાઈ એરણિયા,રાજુભાઈ મારવણીયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી સમારોહનું સફળ સંચાલન શૈલેષ એ.ઝાલરિયા દ્વારા કરવામાં આવ્યું.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat