મોરબી પાસ ની હાર્દિક અને દિનેશ ધરપકડ બુધવારે રેલી કાઢી કરશે વિરોધ

પાટીદાર અનામત આંદોલન સમિતિ ના કન્વિનર હાદિક પટેલ અને દિનેશ બાંભણીયા ની પોલીસે ખોટી ફરિયાદ ના આધારે.. કોઇ પણ જાતની તપાસ કર્યા વગર બિનઅધિકૃત રીતે ધડપકડ કરી છે તેનો ગુજરાત પાસ ટીમ સખત વિરોધ કરે છ મોરબી જીલ્લા કન્વિનર મનોજ પનારા એ કહ્યુ કે પાસ ના કોઈ આગેવાનો ધડપકડ થવા થી ડરતા નથી.. પણ સરકાર અને પોલીસ કાયદા નો દુરુપયોગ કરી રહી છે.. સતા કોઇની કાયમી રહેતી નથી… મુજ વીતી તુજ વીતશે એ યાદ રાખી ને બધા ચાલેકાલે રાત્રે હાદિક પટેલ દિનેશ બાંભણીયા ની ધરપકડ કરવામાં આવી છે છતા હજુ સુધી એમના પરીવાર જનો ને કે અમને એમને કયાં રાખવામાં આવ્યા છે..તેમની અટકાયત કરવામાં આવી છે એમની જાણ પણ કરવામાં નથી આવી પાસ ના અગ્રણી ઓ ની ધ૨પકડ ના વિરોધ મા તેના વિરોધમા મોરબી જીલ્લા કલેકટર ને તારીખ 30 ને બુધવારના રોજ સાંજે 04:00 કલાકે સુપર માર્કેટ થી કલેકટર કચેરી મોરબી સુધી બાઈક રેલી કાઢી આવેદન પત્ર આપવામાં આવશે. ત્યારે જ મોરબીમાં ગુજરાત પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ ઋત્વિજ પટેલની સભાનું આયોજન છે. આ સમયે જ પાસ દ્વારા હાર્દિક પટેલની ધરપકડના વિરોધમાં રેલીની સાથે ઋત્વિજ પટેલની સભાનો આશ્ચર્ય જનક પણ વિરોધ કરવામાં આવશે તેવું પાસના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે પાસ ટીમ પણ લડી લેવાના મુડમાં છે

Comments
Loading...
WhatsApp chat