હળવદ યાર્ડમાં વેપારી અને લેણદાર વચ્ચે બધડાટી

હળવદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓને વિશ્વાસમાં લઈ કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી નાખનાર વેપારી અને અન્ય વેપારી વચ્ચે બોલાચાલીઓ બાદ સામસામી બધાડટી બોલી હતી.

થોડા સમયપૂર્વે હળવદ માર્કેટિંગ યરમાં લોકોનો વિશ્વાસ જીતનારી પેઢીના માલિકે દોઢેક કરોડનું ફુલેકુ ફેરવી ખેડૂતોઆ અને વેપારીઓને નવડાવી નાખ્યા બાદ અન્ય એક કૌભાંડી વેપારીએ રૂપિયાનો અંશ પણ ન રહે તેવું કૌભાંડ આચરી વેપારીઓ અને ખેડૂતોને  એક સાથે બબ્બે પેઢીઓના ઉઠમણાથી વેપારીઓમાં દેકારો બોલી ગયો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

હળવદ યાર્ડમાંથી કપાસ સહિતની ખરીદીમાં મેદાને આવતા લેણદારો હરકતમાં આવ્યા હતા અને આજે હળવદ યાર્ડમાં લેણદાર અને ફુલેકુ ફેરવનાર ધોકા પાઇપ સાથે સામસામા આવી જતા મામલો બીચકયો હતો. હળવદ યાર્ડમાં વેપારીઓની હાલત બગાડી નાખનાર બન્ને પેઢીઓના સંચાલકો પાસેથી નાણાં  વસુલ કરવા અગાઉ યાર્ડ સત્તાવાળાઓ દ્વારા વિશ્વસઘાત કરનાર અને રૂપિયાનો અંશ પણ ન રહેવા દેનાર ઠગ વેપારીઓની દુકાનોની જાહેર હરરાજી કરવા નકકી કર્યું હતું પણ કોઈ કારણોસર હરરાજી સ્થગિત કરી દેવામાં આવી હતી.

Comments
Loading...
WhatsApp chat