હાર્દિકે કોંગ્રેસને કહ્યું બાય બાય, ભગવો ખેસ ધારણ કરે તેવી શક્યતા

 

પાટીદાર અનામત આંદોલનના કન્વીનર અને યુવા નેતા હાર્દિક પટેલે આજે કૉંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું  ધરી દીધું છે. હાર્દિક પટેલે એક પત્ર લખીને કૉંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે. હાર્દિક પટેલે ટ્વીટ કર્યું છે કે, “આજે હું હિંમત કરીને કૉંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. મને વિશ્વાસ છે કે મારા દરેક સાથીદારો અને ગુજરાતના લોકો મારા આ નિર્ણયનું સ્વાગત કરશે. હું માનું છું કે મારા આ પગલાં પછી હું ભવિષ્યમાં ગુજરાત માટે ખરા અર્થમાં સકારાત્મક રીતે કામ કરી શકીશ.”

 

આજે હું મોટી હિંમત કરીને કૉંગ્રેસ પાર્ટીના તમામ પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. મને વિશ્વાસ છે કે મારા આ નિર્ણયનું સ્વાગત મારા તમામ સાથીદારો અને ગુજરાતના લોકો કરશે. હું માનું છું કે આ પગલાં બાદ હું ભવિષ્યમાં સમગ્ર ગુજરાત માટે સાચા અર્થમાં સકારાત્મક રીતે કાર્ય કરી શકીશ. જનતા તરફથી મળેલા પ્રેમનું ઋણ ચૂકવવાનો હંમેશા પ્રયાસ કરતો રહીશ.તો હાર્દિક પટેલ ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતો વર્તાઈ છે રહી છે

વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે હાર્દિક પટેલે કોંગ્રેસના તમામ હોદા પરથી રાજીનામું આપી દેતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે જો કે હવે જોવા રહ્યું કે હાર્દિક પટેલ ભાજપનો કેસરિયો ધારણ કરે છે કે કોઈ અન્ય પક્ષ જાય છે

Comments
Loading...
WhatsApp chat