Billboard ad 1150*250 Billboard ad 1150*250

હાર્દિક પટેલના પારણાની ખુશી, નાની વાવડી ગામે તાવા પ્રસાદ યોજાયો

પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે આજે સમાજના આગેવાનોના હસ્તે પારણા કરી લેતા પાટીદાર સમાજમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને પાટીદારોમાં ઉત્સાહ વર્તાઈ રહ્યો છે ત્યારે નાની વાવડી ગામે તાવા પ્રસાદનું આયોજન કરાયું હતું

હાર્દિક પટેલે આજે પારણા કરી લેતા ઉત્સવના ભાગરૂપે મોરબીના નાની વાવડી ગામના “ગ્રુપ ઓફ બાવન મછા” દ્વારા મેલડી માતાજીના મંદિરે તાવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ રૂપાલા દિનેશભાઇની રાહબરી હેઠળ આયોજિત તાવા પ્રસાદનો ૧૫૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો અને હાર્દિકના પારણાની ખુશીના અવસરને ઉજવાયો હતો

Comments
Loading...
WhatsApp chat