


પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ આવતીકાલે સંકલ્પ યાત્રા અંતર્ગત મોરબી જિલ્લાના પ્રવાસે છે. હાર્દિક હળવદ બાદ મોરબી અને સાંજે ટંકારા ખાતે રોડ શો યોજી નેકનામ ખાતે જાહેરસભા સંબોધનાર છે.તેમજ હાર્દિક પટેલ ટંકારા તાલુકાના પાટીદાર યુવાનો અને વડીલો સાથે ચર્ચા નો ખાસ કાર્યક્રમ રાખ્યો છે અને અનામતની માગ મજબુત બને તે માટે જાગૃતતા લાવવાની તૈયારી પુરી કરી લીધી હોવાનું પાસના અગ્રણીઓએ જણાવ્યું છે.હાર્દિકની મોરબી જિલ્લાની મુલાકાતને અસરદાર બનાવવા મોરબી પાસના મનોજ પનારા, કાલરીયા, અલગારી, ટંકારા ના પ્રકાશ સવસાણી અક્ષય પટેલ જખરો, ગપીભાઈ, સાગર સહીતના પાટીદાર ભાઈઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

