



પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે પોતાના ઘરે શરુ કરેલા ઉપવાસ આંદોલનના સુખદ અંતમાં સમાજના આગેવાનોની સમજાવટ બાદ હાર્દિકે બુધવારે પારણા કરવાની જાહેરાત કરી હતી અને ગુરુવારે મોરબીમાં યોજાનાર પદયાત્રામાં હાર્દિક પટેલ ઉપસ્થિત રહેશે તેવી માહિતી પાસના સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે
હાર્દિક પટેલ બુધવારે પારણા કરવા માટેની કરેલી જાહેરાત બાદ મોરબી જીલ્લામાં યોજાનાર પદયાત્રામાં હાર્દિક પટેલ ઉપસ્થિત રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે ટંકારાના નસીતપરથી ઉમા ખોડલની પદયાત્રાનું આયોજન કરેલ છે જે પદયાત્રા મહેન્દ્રનગર ખાતે પૂર્ણ કરવામાં આવશે તો પદયાત્રામાં હાર્દિક પટેલ ઉપસ્થિત રહેશે તેવી જાહેરાતને પગલે પાટીદાર યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે



