

અમદાવાદથી સોમનાથ સુધીની સંકલ્પયાત્રા પૂર્ણ કરીને આજે હાર્દિક પટેલ ફરીથી મોરબી આવી પહોંચ્યો હતો. સંકલ્પયાત્રા દરમિયાન હળવદ નજીક સર્જાયેલા અકસ્માતના ઈજાગ્રસ્ત કાર્યકરો સાથે મુલાકાત કરીને તેમને સાંત્વના પૂરી પાડી હતી.સંકલ્પ યાત્રા પૂર્ણ કર્યા બાદ મોરબી આવેલા હાર્દિક પટેલે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હળવદ નજીક જે નજીવો અકસ્માત સર્જાયો હતો જેમાં પાસના કાર્યકરોને ઈજા પહોંચી હતી જેથી તેની ખબર પૂછવા આવ્યો હતો. આ તકે તેને સંકલ્પયાત્રાને ભવ્ય સફળતા મળી હોવાનું જણાવ્યું હતું. તો નર્મદા મહોત્સવ અંગે સરકાર પર પ્રહારો કરી જણાવ્યું હતું કે હજુ કેનાલનું કામ બાકી છે જેથી કેટલાય ખેડૂતોને પાણી મળતું નથી વળી રાજકોટમાં પાણીની તંગીથી સૌ કોઈ વાકેફ છે ત્યારે નર્મદા યાત્રા અને મહોત્સવ એ રાજકીય સ્ટંટથી વિશેષ કાઈ નથી તો નવરાત્રી એ માતાજીની આરાધનાનું પર્વ છે જેમાં રાજકીય મહત્વકાંક્ષા ના રાખવી જોઈએ તેમ જણાવ્યું હતું તે ઉપરાંત શંકરસિંહ વાઘેલા અંગેના સવાલોના જવાબ આપવાનું ટાળ્યું હતું.