


પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ આજે સાંજે મોરબીમાં એક શામ સરદાર કે નામ કાર્યક્રમમાં હાજરી આપવા માટે સાંજે પધારવાના હોય તેવો કાર્યક્રમ નક્કી કરાયો હતો જોકે આશ્ચર્યજનક રીતે જ હાર્દિક પટેલ સવારથી મોરબી જીલ્લામાં આવી પહોંચ્યા હતા. વાંકાનેરના ઢુવા નજીક આવેલી એક સિરામિક ફેક્ટરી જે રાજકીય આગેવાનના સગાની હોય ત્યા હાર્દિક પટેલે સિરામિક ઉદ્યોગપતિઓ સાથે ખાનગી બેઠક કરી હતી. જોકે આ બેઠક અંગે કોઈ અગાઉ જાહેરાત કરવામાં આવી ના હોવાથી અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે. હાર્દિક પટેલ સાથે મુલાકાત માટે મોટી સંખ્યામાં સિરામિક ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ચેમ્બર ઓફ કોમર્સના આગેવાન બેચર હોથી સહિતના ઉપસ્થિત રહય હતા તો કેટલાક ટીકીટ વાંછુકો અને પક્ષ સાથે જોડાયેલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જે બેઠકમાં સિરામિક ઉદ્યોગ અને આ પંથકમાં ઇન્ફ્રાસ્ટ્રકચર, જીએસટી અને નોટબંધી સહિતના મુદાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ સાંજે હાર્દિક પટેલ એક શામ સરદાર કે નામ કાર્યક્રમમાં હાજરી આપશે જ્યાં સભાને પણ સંબોધન કરશે