હાર્દિક પટેલ ગાંધીજયંતીએ મોરબીમાં, બગથળા ગામે પ્રતિક ઉપવાસમાં જોડાશે

ખેડૂતોની દેવામાફી, પાટીદારોને અનામત સહિતની માંગણીઓ મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ

પાટીદાર અનામત આંદોલનનાં કન્વીનર હાર્દિક પટેલ ફરીથી મોરબી આવી રહ્યા છે જેમાં મોરબી નજીકના બગથળા ગામે એક દિવસના પ્રતિક ઉપવાસ કરી ખેડૂતોને દેવામાફી, પાટીદારોને અનામત અને પાટીદાર યુવાનોની જેલમુક્તિ સહિતની માંગો ઉપરાંત મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવશે

પાસ અગ્રણી હાર્દિક પટેલ તા. ૨-૧૦ ના રોજ ગાંધી જયંતિ નિમિતે મોરબીના બગથળા ગામે એક દિવસના પ્રતિક ઉપવાસ કાર્યક્રમમાં જોડાશે અને અગાઉની ત્રણ માંગો જેવી કે ખેડૂતોને દેવામાફી, પાટીદારોને અનામત અને યુવાનોની જેલમુક્તિની માંગ ઉપરાંત કચ્છની જેમ મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવશે હાર્દિક પટેલના મોરબી પ્રવાસને પગલે મીટીંગનો દોર ચાલુ છે અને બગથળા ગામે પ્રતિક ઉપવાસમાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાય તેવી વ્યવ્યસ્થા કરવામાં આવી રહી છે

Comments
Loading...
WhatsApp chat