મોરબીના બગથળા ગામે હાર્દિક પટેલે ખેડૂતોને અનુલક્ષીને કરી મોટી જાહેરાત, જુઓ વિડીયો

મોરબીના બગથળા ગામેં આજે એક દિવસના ઉપવાસ આંદોલન કર્યા બાદ હાર્દિક પટેલે સભા ગજવી હતી જેમાં ખેડૂતોને પોતાના હક માટે લડત આપવા આહ્વાન કરીને મોરબી-ટંકારામાં ખેડૂતોના મહાસંમેલન યોજવાની જાહેરાત કરી હતી

અમદાવાદના ઉપવાસ આંદોલન બાદ હાર્દિક પટેલે સારવાર લીધી હતી અને ફરીથી આંદોલનને ધમધમતું કરવા આજે મોરબીના બગથળા ગામથી આંદોલનને વેગવંતુ બનાવ્યું હતું જેમાં એક દિવસના ઉપવાસને પગલે સવારથી પાટીદારો ગામમાં ઉમટી પડ્યા હતા તો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આપના પૂર્વ નેતા કનુભાઈ કલસરિયા તેમજ પાસ અગ્રણી મનોજ પનારા, ગીતા પટેલ તેમજ હજારો પાટીદારોની ઉપસ્થિતિમાં હાર્દિકે સવારથી સાંજ સુધીના ઉપવાસ કર્યા હતા

જુઓ હાર્દિક પટેલનું ઈન્ટરવ્યું…….

Comments
Loading...
WhatsApp chat