માળિયાના ખેડૂતોના ઉપવાસ આંદોલનનો સુખદ અંત, કલેકટરના હસ્તે પારણા Video

જીલ્લા કલેકટરના હસ્તે કર્યા પારણા, વૃક્ષારોપણ કરાયું

માળિયા તાલુકાના છેવાડાના ખેડૂતોને નર્મદા નીર ના મળતું હોય જેથી માળિયા બ્રાંચ કેનાલમાંથી પાણીની માંગ સાથે ઉપવાસ આંદોલન શરુ કર્યું હતું જોકે ત્રણ દિવસના ઉપવાસને પગલે પાણી આવી જતા ખેડૂતોએ આજે જીલ્લા કલેકટર આર જે માંકડિયાના હસ્તે પારણા કર્યા હતા

માળિયાના ખાખરેચી, વેણાસર અને સુલતાનપુર સહિતના ૧૨ ગામના ખેડૂતોએ બ્રાંચ કેનાલમાંથી નર્મદા નીરની માંગ સાથે ત્રણ દિવસનું ઉપવાસ આંદોલન શરુ કર્યું હતું અને બ્રાંચ કેનાલમાંથી પાણીચોરી અટકાવી છેવાડાના ગામ સુધી પાણી પહોંચે તેવી માંગ કરી હતી જેને પગલે તંત્ર દ્વારા કેનાલમાંથી ડીઝલ મશીન અને બકનળી તેમજ દેડકા મુકીને પાણી ચોરી કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને પેટ્રોલિંગ દરમિયાન મોટી સંખ્યામાં ડીઝલ મશીન અને બકનળીઓ હટાવવામાં આવતા આખરે માળિયા બ્રાંચ કેનાલના ખાખરેચી અને સુલતાનપુર સુધી પાણી પહોંચી ગયું છે જેથી ખેડૂતોને સંતોષ થયો છે

તો ગઈકાલે પાણી આવવાની શરૂઆત થતા ખેડૂતોએ ત્રણ દિવસના અંતે ઉપવાસ આંદોલન સમાપ્ત કરવાની કરેલી જાહેરાતને પગલે આજે સવારે જીલ્લા કલેકટર આર જે માકડીયા ઉપવાસી છાવણીમાં પહોંચ્યા હતા અને ખેડૂતોને પારણા કરાવ્યા હતા તો પાણી મળતા ખેડૂતોએ હશ્કાર્રો અનુભવ્યો હતો અને તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ વૃક્ષરોપણ કરવામાં આવ્યું હતું

Comments
Loading...
WhatsApp chat