


મોરબીમાં હંમેશા કંઈક અલગ અને વૈચારિક ક્રાંતિ દવારા સમાજઉપયોગી કાર્ય કરતી સંસ્થા યંગ ઇન્ડિયા ગ્રુપ દવારા દિવાળીની શુભકામનોઓ પાઠવવા અનોખી પહેલ કરવામાં આવી છે જેમાં “સરહદોના સિંહને શુભકામના સંદેશ” ઝૂંબેશ દવારા ભારતીય સેનાના વીર જવાનો અનેક વિષમ પરિસ્થિતીમાં પણ કોઈ પણ ભોગે માત્ર દેશસેવા કાજે જીવન જોખમે સરહદોની રક્ષા કરી તમામ ભારતીયોને નિર્ભયપણે આનંદપૂર્વક તમામ ઉત્સવો ધામધૂમપૂર્વક ઉજવાનો સલામત મોકો આપીને નિસ્વાર્થ બલિદાન આપતા સેનિકો ને યંગ ઇન્ડિયા ગ્રુપ દવારા મોરબી ની જનતાને દિવાળી તહેવાર નિમિતે શુભકામના સંદેશો પાઠવવા અપીલ કરતા “સરહદોના સિંહને સંદેશ” નામની ઝૂંબેશ ચલાવતા આશરે ૧૦૦૦ થી વધુ સુંદર રીતે અને ખુબ જ મેહનત થી બનાવેલ શુભકામના સંદેશોનું કલેક્શન કરીને કાશ્મીર સરહદે સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર ગલેશિયાર આર્મી બેસ કેમ્પ ખાતે તથા વિવિધ યુદ્ધક્ષેત્ર ફર્ઝ્ બજાવતા ભારતીય આર્મી જવાનોને શુભકામના સંદેશ સાથે ભાવનાત્મક સંદેશાઓ પાઠવામાં આવ્યો છે.