માળિયાના લક્ષ્મીવાસ ગામનો વર્ષો જુનો પડતર પ્રશ્ને ઉકેલાઈ જતા ગ્રામજનોમાં ખુશીની લાગણી




માળિયા તાલુકાના લક્ષ્મીવાસ ગામમાં છેલ્લા ૨૦ થી ૨૫ વર્ષથી પડતર પ્રશ્ન (હારમારના માર્ગ) ને ઉકેલવા મામલતદાર ડી સી પરમાર દ્વારા સઘન પ્રયાસો કરીને પ્રશ્ન ઉકેલી નાખતા ગ્રામજનો તેમજ ગામના સરપંચ અને આગેવાનોએ ખુશી વ્યક્ત કરી છે
માળિયા મામલતદાર ડી સી પરમાર દ્વારા હારમારના વર્ષો જુના પ્રશ્નના ઉકેલ માટે સુઝબુઝ દાખવી પ્રશ્ન ઉકેલી નાખ્યો છે તમામ ખેડૂતોને સાથે રાખીને તેમજ કોઈપણ ખેડૂતની લાગણી દુભાઈ નહિ તેની ખાસ તકેદારી રાખીને લક્ષ્મીવાસ ગામના ખેડૂત ખાતેદારોનો પ્રશ્ન ઉકેલાયો હતો જેથી ગામના ખેડૂત ખાતેદારોએ આજે મામલતદાર કચેરી જઈને મામલતદાર ડી સી પરમારને પુષ્પગુચ્છ, ભેટસોગાત આપીને મો મીઠું કરાવ્યું હતું તેમજ પ્રશ્નના ઉકેલ માટે ખેડૂતોએ લક્ષ્મીવાસ ગામના યુવા અગ્રણી જયદીપભાઈ સંઘાણીનો આભાર વ્યક્ત કર્યો હતો

