Billboard ad 1150*250

મોરબી જીલ્લાના હળવદ, વાંકાનેર અને માળિયા તાલુકામાં વરસાદ વરસ્યો

0 145

હળવદમાં આજે સતત ત્રીજા દિવસે સવારથી મેઘરાજાનું આગમન થયું હતું હળવદ પંથકમાં સવારથી પવનના સુસવાટા સાથે વરસાદનું આગમન થયું હતું તો માળિયા પંથકમાં પણ આજે સવારે વરસાદ વરસ્યો હતો

હળવદ શહેર અને તાલુકામાં આજે સવારથી વરસાદ શરુ થયો હતો આજે સતત ત્રીજા દિવસે હળવદ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં સવારથી મેઘરાજાએ મહેર વરસાવી છે તો પહેલો વરસાદ સારો થતા ખેડૂતો ખુશ જોવા મળે છે તે ઉપરાંત નગરજનો અને વેપારીઓ પણ સારા વરસાદની આશા સેવી રહ્યા છે

સવારથી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં માળિયા તાલુકામાં ૨૧ મીમી, વાંકાનેરમાં ૦૭ મીમી અને હળવદ તાલુકામાં ૨૨ મીમી વરસાદ નોંધાયો છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat