રાજપૂત સમાજ દ્વારા શરદપૂનમ નિમિતે શકત શનાળામાં હવન

મોરબી અને ટંકારામાં વસતા ઝાલા રાજપૂત સમાજ દ્વારા છેલ્લા ૨૯ વર્ષથી શરદ પુનમ નિમિતે હવન યજ્ઞાદિનું આયોજન કરવામાં આવે છે જે પરંપરા મુજબ તા. ૨૪ ને બુધવારે શરદ પૂર્ણિમાના દિવસે ૩૦ માં હવન યજ્ઞાદીનું આયોજન કરેલ છે જેમાં યજમાન પદે રેવતુંભા ખુમાનસિંહ ઝાલા મેઘપર ઝાલા, અર્જુનસિંહ દિલુભા ઝાલા નાની વાવડી અને પ્રતિપાલસિંહ ગગુભા ઝાલા ખેવારીયા વાળા બિરાજશે

ધાર્મિક મહોત્સવમાં સુરેન્દ્રનગર ઝાલાવાડ ક્ષત્રીય સમાજના પ્રમુખ ડો રુદ્રસિંહ ઝાલા, કચ્છ રાજપૂત સભા પ્રમુખ અને ધારાસભ્ય વીરેન્દ્રસિહ જાડેજા જાડેજા, ધારાસભ્ય ગીતાબા જાડેજા અને સ્વામી આત્માનંદ સરસ્વતી ઉપસ્થિત રહેશે જેમાં તા. ૨૪ ને બુધવારે સવારે ૮ થી ૧૨ કલાકે યજ્ઞવિધિ અને સવારે ૦૯ : ૩૦ કલાકે મહેમાનોના સામૈયા કરવામાં આવશે આ પ્રસંગે શકત શનાળા ગામના દીકરાઓ અને દીકરીઓ દ્વારા રાસ રજુ કરાશે યજ્ઞ બાદ પ્રસાદનું આયોજન કરેલ છે યજ્ઞના ધાર્મિક મહોત્સવમાં મોરબી અને ટંકારા તાલુકામાં વસતા દરેક ઝાલા રાજપૂત સમાજના લોકોએ પધારવા આદ્યશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ શકત શનાળાના કાર્યવાહક પ્રમુખ બાપાલાલસિંહ ઝાલા અને મંત્રી ક્રિપાલસિંહ ઝાલાએ જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat