Billboard ad 1150*250 Billboard ad 1150*250

રામકૃષ્ણનગરમાં હનુમાન જયંતી નિમિતે ધાર્મિક મહોત્સવની ઉજવણી

આગામી શનિવારના રોજ હનુમાન જયંતિ નિમિતે ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવશે.ત્યારે મોરબીના રામકૃષ્ણ નગરમાં મેઈન રોડ પર આવેલ હનુમાન મંદિરે ધુન-ભજનનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

મોરબીના સામાકાંઠે આવેલ રામકૃષ્ણ નગરમાં મેઈન રોડ પર આવેલ હનુમાન મંદિરે આગામી તા.૩૧ ને શનિવારે હનુમાન જયંતિ નિમિતે ધૂન-ભજનનો કાર્યક્રમ રાખવામાં વાયો છે.જેમાં સવારના ૧૧ કલાકે બટુક ભોજન અને સમગ્ર દિવસ દમિયાન ભક્તોને વરિયાળીના સરબતનું વિતરણ કરવામાં આવશે.

તેમજ સાંજના ૫ વાગ્યે મારુતિ મહિલા મંડળ દ્વારા ધૂન-કીર્તન અને રાત્રીના ૧૦ કલાકે સો-ઓરડીના ગોકુલ બાલા હનુમાન વેલ્નાથના ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.તો આ તકે દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા માટે રામકૃષ્ણ રક્ષક હનુમાન મિત્ર મંડળ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મંદિરના પુજારી-બુદ્ધાબાલ રાઠોડ,મહાદેવભાઈ ગોહેલ,સુરેશભાઈ રાઠોડ, નરેન્દ્ર દિનેશભાઈ ગોહેલ, જયરાજ પ્રવીણભાઈ રાઠોડ અને ભરતભાઈ સોલંકી જહેમત ઉઠાવી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat