મોરબી જિલ્લા પંચાયત નવા પ્રમુખ બન્યા હંસાબેન પારઘી, જાણો અન્ય પદ પર કોની વરણી ?



મોરબી સહિત રાજ્યની વિવિધ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદેદારોની મુદત પૂર્ણ થઈ છે. જેને અનુલક્ષીને દસ દિવસ પહેલા સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી ત્યારે આજે ચાર નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ પદે હંસાબેન જેઠાભાઈ પારઘી ,ઉપ્રમુખ પદે હીરાભાઈ ટમારીયા, કારોબારી સભ્ય તરીકે પ્રવીણભાઈ સોનાગ્રા અને શાસક પક્ષના નેતા તરીકે સરોજબેન ડાંગરેચાની વરણી કરવામાં આવી છે.
નોંધનીય છે કે હંસાબેન પારઘી અગાઉ રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે 4 વર્ષ સુધી શાસન ભોગવી ચુક્યા છે. જે બાદ મોરબી જિલ્લો અલગ થતાં તેઓએ પ્રમુખપદ છોડ્યું હતું. ત્યારે આ વર્ષે ઘૂંટુ બેઠક પરથી તેમની જીત થતાં ઉત્સવનો માહોલ છવાયો છે.