વિકલાંગ કલ્યાણ સંઘ-વિસનગર ખાતે દિવ્યાંગોને વિના મુલ્યે તાલીમ, શિક્ષણ અને નિવાસની સુવિધા

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાંણ સંધ-વિસનગર સંસ્થા દ્વારા સંચાલિત સમાજ સુરક્ષા માન્ય વિકલાંગ તાલીમ સહ ઉત્પાદન કેન્દ્રમાં દિવ્યાંગોને કોમ્પ્યુટર (એમએસઓફિસ,ડેટા એન્ટ્રી, ટેલી એકાઉન્ટ, ડીટીપી), શિવણ, સ્ક્રીન પ્રિન્ટીંગ તથા ઓફસેટ પ્રિન્ટીંગ કામ, બુક બાઇન્ડીંગ, સંગીત, ફાઇલ મેકીંગ, ગૃહ વિજ્ઞાન અને બ્યુટીપાર્લરની તાલીમમાં વિના મૂલ્યે જુન-૨૦૧૯ થી પ્રવેશ નિશુલ્ક આપવામાં આવે છે.

        સંસ્થામાં ચાલતા સ્વ રોજગારીના કોમ્પ્યુટર તેમજ શિવણ આઇટીઆઇ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર મહિલા તાલીમાર્થીને માસિક રૂા.૨૫૦૦-૦૦ અને અન્ય તમામ આઇટીઆઇ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર પુરૂષ તાલીમાર્થીઓને માસિક રૂા.૫૦૦-૦૦ નું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. જે વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે તો તાલીમ, શિક્ષણ અને નિવાસીની સુવિધા મેળવવા ઇચ્છતા દિવ્યાંગ ભાઇ-બહેનોએ માનદમંત્રી, ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ, વિકલાંગ સેવા પરીસર, વિસનગર- વિજાપુર હાઇવે, બાજીપુરા પાટીયા પાસે, મું. કુવાસણા, જિ.મહેસાણા (ઉ. ગુ.) ફોન નં. ૦૨૭૬૫- ૨૮૧૨૧૦ સોમવાર થી શનિવાર
૧૨ -૦૦  થી ૫-૦૦ દરમ્યાન પ્રવેશ મેળવવા માટે પોતાના અસલ તેમજ ઝેરોક્ષ ડોકયુમેન્ટ સહિત રૂબરૂ સંપર્ક કરવા જણાવવામાં આવે છે. દરેક કેટેગરીના દિવ્યાંગ વિદ્યાર્થીઓને નિવાસી વ્યવસ્થા અલગ અલગ આપવામાં આવશે. કુમાર અને કન્યા છાત્રાલયની અલગ વ્યવસ્થા ઉપલબ્ધ છે. તેમ સંસ્થાપક અને મેનેજીંગ ટ્રસ્ટી, ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ-વિસનગર જી.મહેસાણાની એક યાદીમાં જણાવેલ છે.

Comments
Loading...
WhatsApp chat